યુવકને સિંહે ફાડી ખાધાનું અમરેલી પોલીસે કહેતા ફોરેસ્ટ જાગ્યું
મોબાઇલમાં ગેમ રમતો યુવક પેશાબ કરવા ગયો ને સિંહે શિકાર કર્યો હતો
વન વિભાગના એસીએફના નેતૃત્વમાં ટીમ તપાસમાં જોડાશે
અમરેલીના લાઠી તાલુકાના લુવારિયા ગામ નજીક સોમવારે (19 મે 2025) મોડીરાત્રે સિંહના હુમલામાં 22 વર્ષીય અરદીપ ખુમાણનું કરુણ મોત થયું હતું. આ ઘટનામાં પોલીસ સિંહના હુમલામાં મોત થયાનું કહી રહી છે, જ્યારે ફોરેસ્ટના અધિકારીઓ નનૈયો ભણાતો હતો. જોકે, 24 કલાક બાદ આ ઘટનામાં વનવિભાગ તપાસમાં કરશે.
અમરેલીના લાઠી તાલુકાના લુવારિયા ગામ નજીક અરદીપ તેના મિત્રો સાથે લુવારિયા દરવાજાના પાળા પાસે મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. ત્યાર બાદ તે પેશાબ કરવા ગયો ત્યારે સિંહે તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં તેને પેટ અને પાછળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 20 મેના રોજ વહેલી સવારે અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. ધારી ગીર પૂર્વ વનવિભાગ ડિવિઝનમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF)ના નેતૃત્વ હેઠળ એક ટીમ પોલીસ સાથે તપાસ કરશે.
લુવારીયા ગામ નજીક યુવક ઉપર સિંહ દ્વારા માનવ મૃત્યુ થયા બાદ તટસ્થ તપાસના આદેશ કરાયા છે. ધારી ગીર પૂર્વ વનવિભાગ ડિવિઝનમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ACF)ના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે. જેમાં ગીર પૂર્વ,અમરેલી સોશિયલ ફોરેસ્ટ્રી (SF) અને શેત્રુંજી વન્યજીવન વિભાગ જેવા 3 વિભાગોના સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ટીમનો સમાવેશ કરાયો છે. જેણે પોલીસ સાથે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી