સુરતના સરથાણાની સનલાઈટ હોટલમાં દેહવેપાર
દેહવેપાર પર પોલીસે દરોડા પાડી લલનાઓ અને ગ્રાહકો પકડ્યા
દરોડો પાડતા હોટલની અંદર ધમધમતું કૂટણખાનું ઝડપી પાડ્યું
સુરતના સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ જંકશન પાસે આવેલી સનલાઈટ હોટલમાં ચાલતા દેહવેપાર પર પોલીસે દરોડા પાડી ત્યાંથી લલનાઓ અને ગ્રાહકો સહિતનાઓની ધરપકડ કરી હતી.
સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસનું કડક અભિયાન યથાવત હોય તેમ સરથાણા વિસ્તારના સ્વાગત બીઆરટીએસ જંક્શન પાસે આવેલી હોટલ સનલાઇટમાં દેહવ્યાપારનો અડ્ડો ચાલી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે આયોજનબદ્ધ રીતે દરોડો પાડતા હોટલની અંદર ધમધમતું કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સંકળાયેલા અનેક લોકોની અટકાયત કરી હતી અને સમગ્ર નેટવર્ક અંગેની માહિતી એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તો પોલીસ હવે આ રેકેટ પાછળ કોણ સંકળાયેલું છે, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી હતી અને અન્ય કોઈ સ્થળો સાથે તેની કડી છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.
