ગુજરાતમાં ખેડૂતની રેલીમાં ખેડૂત અગ્રણીનો રોષ.

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં ખેડૂતની રેલીમાં ખેડૂત અગ્રણીનો રોષ.
આ આંદોલન ખેડૂતોનું છે, કોંગ્રેસનું નહિ
અમે ઘણા સમયથી પરેશાન છીએ ત્યારે કોઈ ફરક્યું નહિ

ખેડૂતોની રેલીને પગલે અમદાવાદ અને ગાંધીનગરના પોલીસ એલર્ટ મોડ પર આવી ગયા છે. કૂચ એલાન લઈને પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

ગુજરાતના ખેડૂતો આજે કાંઈ નવાજૂની કરવાના મૂડમાં હોય તેમ વિવિધ જિલ્લાઓમાંથી અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે પહોંચી ગયા છે. ખેડૂતોના અધિકાર માટે આજે ટ્રેક્ટર યાત્રા યોજવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતના ખેડૂતોએ ભાગ લીધો છે. ગુજરાતના તમામ તમામ જિલ્લાઓમાંથી 1,111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવાનો દાવો હાલ તો કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક્ટર રેલી વિરમગામથી નીકળી શાંતીપુરા સર્કલ થઈ ઓગણજ સભા સ્થળે પહોંચવાની છે. તો બીજી બાજુ અમદાવાદથી ગાંધીનગરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પોલીસે ખેડૂતોની રેલીને ઓગણજ સુધીની જ મંજૂરી આપી છે. આ રેલીમાં જોડાયેલા ખેડૂતોએ પોતાની વ્યથા જણાવતા કહ્યુ કે, “અમે વિકાસની સાથે છીએ પણ અમને યોગ્ય વળતર નથી મળી રહ્યું. અમારી મંજૂરી વગર જ અમારી જમીનોમાં કંપનીઓ ઘૂસી જાય છે. આ સાથે તેમણે એવા પણ આક્ષેપ કર્યા છે કે, પોલીસને ભાડે રાખીને ખેડૂતોને ડરાવવામાં આવે છે. આ રેલી સરકારને એક અલ્ટીમેટમ છે કે હજીપણ ખેડૂતોની વાત સાંભળો.”

ખેડૂતોની રેલીને પગલે અમદાવાદ અને ગાંધીનગરના પોલીસ એલર્ટ મોડ પર આવી ગયા છે. ગાંધીનગર કૂચ એલાન લઈને પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. SP, PI તેમજ PSI સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. 50થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે. ગાંધીનગરના મુખ્ય માર્ગો પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર-30 સર્કલ સહિતના વિસ્તારોમાં પોલીસનો કડક પહેરો ગોઠવવામાં આવ્યો છે. ખેડૂતોની રેલીને પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *