સુરત:ટ્રાફિક દંડ મુદ્દે કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત:ટ્રાફિક દંડ મુદ્દે કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો
માત્ર ટુ-વ્હીલર નહીં, ભારે વાહનો અને દબાણો સામે પણ કાર્યવાહી કરવાની માંગ

સુરતમાં ટ્રાફિક દંડની કાર્યવાહી મુદ્દે વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો હતો અને પત્રમાં આક્ષેપ કર્યો હતો કે વરાછા રોડ સહિતના વિસ્તારોમાં માત્ર ટુ-વ્હીલર ચાલકો સામે જ દંડની કાર્યવાહી થાય છે. જેથી ટુ વ્હીલર સાથે ભારે વાહનો, ડમ્પર, ટ્રેક્ટર, ટ્રક, પ્રાઇવેટ બસો તેમજ ટ્રાફિકને નડતરરૂપ પાર્કિંગ અને દબાણો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

સુરતના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય અને પુર્વ મંત્રી કુમાર કાનાણીએ ટ્રાફિક વ્યવસ્થાને લઈને સુરત પોલીસ કમિશનર સમક્ષ વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતાં. ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રમાં સવાલ ઉઠાવ્યો હતો કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટુ-વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, પરંતુ ભારે વાહનો અને ડમ્પર સામે પૂરતી કાર્યવાહી કેમ થતી નથી? ભારે વાહનો સામે કાર્યવાહી વધારવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. કુમાર કાનાણીએ સિગ્નલ વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતાં. સિગ્નલ તોડનારા લોકો સામે કાર્યવાહી સાથે સિગ્નલનું મેન્ટેનન્સ અને ટાઈમિંગ યોગ્ય રીતે જળવાય તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સિગ્નલ પ્રોજેક્ટની કામગીરી અંગે પણ સવાલ કર્યો હતો. પ્રતિબંધિત સમયમાં દોડતા ભારે વાહનો અને ડમ્પરો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. રેતી-માટી ભરેલા ખુલ્લા ટ્રક અને ટ્રેક્ટરો સામે પણ નિયમ મુજબ પગલાં ભરવા જણાવાયું હતું. આ ઉપરાંત પ્રાઇવેટ બસો અને મોટા વાહનો દ્વારા કરવામાં આવતા એર હોર્નના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ હતી. રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ રીતે પાર્ક થતાં વાહનોનો મુદ્દો પણ પત્રમાં ઉઠાવવામાં આવ્યો હતો. નંબર વગરની રિક્ષાઓ, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરતી રિક્ષાઓ અને ચાર રસ્તા-ત્રણ રસ્તા પર રોડ બંધ થાય તે રીતે ઉભી રહેતી રિક્ષાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *