સચીન જીઆઈડીસી પોલીસની ટીમે 7 હજારનો ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સચીન જીઆઈડીસી પોલીસની ટીમે 7 હજારનો ઝડપ્યો
એનડીપીએસનો કેસ શોધી આરોપીને ઝડપી પાડ્યો
આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સચીન જીઆઈડીસી પોલીસની ટીમે ચાલુ વર્ષમાં નવો એનડીપીએસનો કેસ શોધી કાઢી આરોપી પાસેથી 7 હજારનો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ, મદદનીશ પોલીસ કમિશનર જે ડિવીઝન ની સુચના મુજબ પી.આઈ. કે.એ. ગોહિલ તથા સેકન્ડ પી.આઈ. બી.બી. પરમાર અને કે.એચ. રોયલાના માર્ગદર્શન હેઠલ એએસઆઈ ઝાકિર તથા અ.પો.કો. પંકજને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી તલંગપુર રોડ પર શિવ નગર સોસાયટીમાંથી ગાંજાના 7 હજારના જથ્થા સહિત કુલ 9500ની મત્તા સાથે યુપીવાસી રામવિશાલ ગજરાજ કેવટને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *