સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભાવનગર ટર્મિનસ ખાતે સફાઈ વ્યવસ્થાની સમીક્ષા
અધિકારીઓએ મુસાફરો સાથે સંવાદ કરી સફાઈ અંગે ફીડબેક મેળવ્યો
ટ્રેનો અને સ્ટેશનોની સ્વચ્છતા વ્યવસ્થાથી મોટાભાગના મુસાફરો સંતુષ્ટ
દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અધિકારીઓએ ભાવનગર ટર્મિનસ ખાતે સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી અને મુસાફરોનો ફીડબેક લીધો. મોટાભાગના મુસાફરો ટ્રેનો અને સ્ટેશનોની સફાઈ વ્યવસ્થાથી ખુશ છે,
જ્યારે ટોઇલેટ અને બાથરૂમની નાની-મોટી ફરિયાદોને રેલવે અધિકારીઓ દ્વારા પડતી મુશ્કેલીને તુરંત દૂર કરવા ખાતરી આપવામાં આવી છે. પાણી કે અન્ય સમસ્યાઓ માટે શરૂ કરાયેલા ‘રેલ મદદ’ પોર્ટલના માધ્યમથી મુસાફરોની ફરિયાદોનું સતત મોનિટરિંગ કરીને ઝડપી નિરાકરણ લાવવામાં આવે છે. ધોળા જંક્શન સહિત કોઈપણ સ્ટેશન પર પાણીની અછત નથી, અને જો કોઈ અસ્થાયી સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે.સ્ટેશન, ટ્રેનમાં સ્વચ્છતા જાળવવી એ રેલવે અને મુસાફરો બંનેની સહિયારી જવાબદારી છે.
