ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં નશાની હાલતમાં તબીબ ફરજ બજાવતા હોવાનો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં નશાની હાલતમાં તબીબ ફરજ બજાવતા હોવાનો આક્ષેપ
વીડિયો વાયરલ થતાં રેસિડેન્ટ તબીબ સામે પોલીસ કાર્યવાહી
નશાની હાલતમાં સારવારના આક્ષેપ બાદ તબીબને પોલીસ સ્ટેશન લઈ જવાયા

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં નશાની હાલતમાં તબીબ ફરજ બજાવતા હોવાનો આક્ષેપ

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં નશાની હાલતમાં રેસિડેન્ટ તબીબ દર્દીઓની સારવાર કરતા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ટ્રોમા સેન્ટરમાં ફરજ દરમિયાન તબીબ નશાની હાલતમાં હોવાનો જાગૃત નાગરિકે આક્ષેપ કરી હોસ્પિટલ પ્રશાસનને રજૂઆત કરી હતી. આ દરમિયાનના વીડિયો વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કુંજન બારોટ નામના રેસિડેન્ટ તબીબ અંગે હોસ્પિટલ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ 112માં જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. નીલમબાગ પોલીસે તબીબને પોલીસ સ્ટેશન લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તબીબ મૂળ અમદાવાદના હોવાનું અને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ જ તબીબ અગાઉ પણ નશાની હાલતમાં પકડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દાવાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. હાલ નીલમબાગ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ કેરવી દેસાઈનો પ્રતિભાવ પણ લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *