ખાંડનો ભાવ રૂ. 31થી વધારી રૂ. 50 પ્રતિ કિલો કરવા ખેડૂત અગ્રણીએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો.

Featured Video Play Icon
Spread the love

ખાંડનો ભાવ રૂ. 31થી વધારી રૂ. 50 પ્રતિ કિલો કરવા ખેડૂત અગ્રણીએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો.
ઈથેનોલનો દર રૂ. 58થી વધારી રૂ. 70 પ્રતિ લિટર કરવા ખેડૂત અગ્રણીએ કરી માંગ.
ખાંડ અને ઈથેનોલના ભાવમાં વધારો કરવાની માંગ સાથે ખેડૂત અગ્રણીએ કેન્દ્રીય મંત્રીને કરી રજૂઆત.

ખાંડના લઘુત્તમ વેચાણ ભાવ એટલે કે એમએસપીમાં વધારો કરવાની માંગ ઉઠી હોય તેમ ખેડૂત અગ્રણીએ કેન્દ્રીય મંત્રીને પત્ર લખીને ખાંડનો હાલનો ભાવ પ્રતિ કિલો 31થી વધારી 50 કરવા રજૂઆત કરી હતી સાથે જ ઈથેનોલનો દર પ્રતિ લિટર 58થી વધારી 70 કરવાની માંગ કરવામાં આવી હતી.

ખાંડના એમએસપીમાં વધારો કરવાની માંગને લઈને ખેડૂત અગ્રણી જયેશભાઈ પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રીને લખેલા પત્રમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો 31થી વધારી 50 કરવા અને ઇથેનોલનો દર પ્રતિ લિટર 58થી વધારી 70 કરવાની માંગ કરવામાં આવી છે. જયેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા સાત વર્ષથી ખાંડનો એમએસપી સ્થિર રહેતાં સુગર મિલો આર્થિક સંકટનો સામનો કરી રહી છે. બીજી તરફ, ખેતી ખર્ચમાં વધારો અને અનિયમિત વરસાદને કારણે શેરડીના ઉત્પાદન પર પણ અસર થઈ રહી છે. ખાંડના ઉત્પાદનનો ખર્ચ પ્રતિ કિલો 40થી 42 થતો હોવા છતાં ખાંડ 31ના ભાવે વેચાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે શેરડીના ખેડૂતોને સમયસર નાણાંની ચૂકવણી કરવામાં પણ વિલંબ થતો હોવાની રજૂઆત કરાઈ છે. હવે સરકાર ખાંડ અને ઇથેનોલના ભાવમાં વધારો કરવા અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *