સુરતના સિંગણપોરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ,

Featured Video Play Icon
Spread the love

સુરતના સિંગણપોરમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ,
બે કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા.

સુરતના સિંગણપોર વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભરીમાતા રોડ પર આવેલા ગોડાઉનમાં ગુરુવારે અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ઊંચી જ્વાળાઓ સાથે કાળા ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતાં.

સુરતના સિંગણપોર વિસ્તારમાં આગની ઘટનાને પગલે ફાયર વિભાગ દોડતું થયું હતું. ભરીમાતા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગોડાઉનમાંથી ઊંચી જ્વાળાઓ સાથે કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાઈ ગયા હતા, જે અંદાજે બે કિલોમીટર દૂરથી પણ નજરે પડતા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી 10થી વધુ ફાયર ફાઈટર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *