માંડવીના અરેઠ ગામે બહારના તત્વોની દખલગીરી

Featured Video Play Icon
Spread the love

માંડવીના અરેઠ ગામે બહારના તત્વોની દખલગીરી
સુરત જિલ્લાનામાંડવી તાલુકાના અરેઠ ગામે ૫૦૦થી વધુ ગ્રામજનોનો આક્રમક વિરોધ
મામલતદાર સમક્ષ કડક આવેદનપત્ર

સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે મૂળ નિવાસીઓની જમીન-મિલકતો સામે બહારના બદઈરાદા ધરાવતા તત્વો દ્વારા ખોટી અને પાયાવિહોણી અરજીઓ કરીને ગામની શાંતિ ડહોળવાના કુટિલ પ્રયાસો સામે ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. તા 21 ઓક્ટોબરના રોજ ગામના ૫૦૦થી વધુ આક્રોશિત ગ્રામજનોએ એકત્રિત થઈને મામલતદાર સમક્ષ લેખિત આવેદનપત્ર આપ્યું હતું. અને ગામના વિરોધી તત્વો સામે દાખલારૂપ કડક કાનૂની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર, માંગરોળ તાલુકા ના વાલેસા ગામના રહેવાસી તેજસકુમાર હરીશભાઈ કટારિયા દ્વારા અરેઠ ગામના લોકોની માલિકીના ઘર અને જમીન બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સીધી ખોટી અરજી કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ અરજદાર તાલુકા પંચાયત વિસ્તારની બહારનો હોવાથી ગામમાં કોઈ જ મિલકત ધરાવતો નથી. આ અરજદાર સ્થાનિક રહેવાસી ચિરાગકુમાર કિશોરસિંહ સોલંકીનો સબંધી છે, જે અગાઉ પણ પંચાયતના વિકાસ કાર્યો વિરુદ્ધ અટકચાળી અરજીઓ કરીને ગામનું વાતાવરણ ડહોળતો રહ્યો છે. આ ઉપરાંત, ભરતભાઈ ઉર્ફે ભરતભાઈ ધનજીભાઈ પટેલ જેવા અન્ય શખ્સો પણ આવા તત્વોને કાવતરા રચવા પ્રોત્સાહન આપીને નિર્દોષ ગ્રામજનોને હેરાન કરી રહ્યા છે.વહીવટી નિયમો સ્પષ્ટ કહે છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા ગ્રામ પંચાયત કે તલાટી સમક્ષ લેખિત રજૂઆત કરવી અનિવાર્ય છે, છતાં કાયદાના આ નિયમોને નેવે મૂકીને આ અરજી સ્વીકારી લેવામાં આવી છે. અરેઠ ગામના લોકો પેઢીઓથી મૂળ નિવાસી તરીકે શાંતિપૂર્ણ રીતે વસવાટ કરે છે. બહારના કોઈપણ અસામાજિક તત્વો દ્વારા ગામની શાંતિ ભંગ કરવાના પેંતરા હવે જરાય ચલાવી લેવામાં નહીં આવે. જો ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ દ્વારા ગ્રામજનોની મિલકત સામે આંખ ઉઠાવવામાં આવશે અથવા ખોટા વાંધા ઊભા કરાશે, તો ગ્રામજનો એકજૂથ થઈને એવા કડક કાનૂની પગલાં લેશે જે કાયમ માટે દાખલો બનશે. વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ કરીને દોષિતો સામે કાયદાકીય શિકંજો કસે અને મૂળ નિવાસીઓના હિતોનું રક્ષણ કરે તેવી તીવ્ર માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *