ભાવનગરમાં દીકરીની છેડતીનો વિરોધ કરતાં મહિલા પર હુમલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં દીકરીની છેડતીનો વિરોધ કરતાં મહિલા પર હુમલો
ભાવનગરના વડવા તલાવડી વિસ્તારમાં મારામારીની ઘટના
દીકરીને સીટી મારી હેરાન કરતા શખ્સને ઠપકો આપતાં મહિલા પર હુમલો
ચાર શખ્સોએ છરી, પાઇપ અને ધોકા વડે મહિલા પર કર્યો હુમલો

ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં દીકરીને સીટી મારી હેરાન કરતા શખ્સને ઠપકો આપતાં મહિલા પર ચાર શખ્સોએ છરી,પાઇપ અને ધોકા વડે હુમલો કરી લોહીયાણ ઇજાઓ પહોંચાડી હતી. દરમિયાન વચ્ચે પડેલા તેમના પતિને પણ મારમારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી.બનાવ સંદર્ભે મહિલાએ ચાર શખ્સ સામે નિલમબાગ પોલીસ મકથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં એ ડીવીજન પોલીસે ચાર પૈકી 3 શખ્સોની ધડપકડ કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ, શહેરની વડવા તલાવડી વિસ્તારમાં રહેતાં અનિશાબેન આમીનભાઈ ડેરૈયા (ઉં.વ.36) એ નિલમબાગ પોલીસ મથકમાં સાહિલ ડાભી, અક્ષય ડાભી, કિશન ડાભી, જયલો ઉર્ફે જાગો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રીમાં 11 વાગ્યાના અરસામાં તેઓ ઘર બહાર ક્રિષ્ના ચોક પાસે ઉભા હતા. ત્યારે સાહિલ ત્યાં હાજર હોય જેથી તેઓએ સાહિલને તું મારી દીકરી જ્યારે બહાર નીકળે છે. ત્યારે તેને સીટી મારીને શા માટે હેરાન કરે છે. તેમ ઠપકો આપતા સાહિલે ઉશ્કેરાઇને અપશબ્દો બોલતો હોય દરમિયાન અક્ષય કિશન લોખંડના પાઇપ અને જયલો ઉર્ફે જાગો ધોકો સાથે આવી તેમને અપશબ્દો બોલી સાહિલે છરી વડે હુમલો કરી ગાલ પર ઘા ઝીંકી દીધો હતો. ત્યારબાદ અન્ય શખ્સોએ પાઇપ, ધોકા વડે આડેધડ માર માર્યો હતો. બાદ વચ્ચે પડેલાં તેમના પતિને પણ ઢીકાપાટુ તથા પાઇપ-ધોકાથી માર મારવામાં આવ્યો હતો. બનાવ પગલે રાહદારીઓ એકઠા થઈ જતાં તમામ શખ્સો ભાગી છૂટ્યા હતા. તેમને લોહીલુહાણ હાલતમાં સર ટી. હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ચારેય શખસો સામે BNS એક્ટ 118(1), 115(2), 352, 54 તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કરી ચાર પૈકી 3 શખ્સોની ધડપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *