સુરતમાં કિશોરનું અપહરણ વિથ લૂંટની ઘટનામાં 2 આરોપી ઝડપાયા.
ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયું હતું કિશોરનું અપહરણ.
શિવમ ઉર્ફે પંડિત રાકેશચંદ્ર મિશ્રા અને સાહીલ હારૂન શેખની ધરપકડ
સુરતના વેસુ પોલીસ મથકની આદર્શ સોસાયટી મામા દેવ મંદિર પાસેથી કિશોરનું અપહરણ કરી જઈ તેને માર મારી લુંટ ચલાવી ભાગી છુટેલા રીઢા લુંટારૂઓની ટોળકીને ઉમરા પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ સાડા આવાસ ખાતે રહેતા 16 વર્ષિય તરૂણને 10 જણાની ટોળકીએ આદર્શ સોસાયટી મામાદેવ મંદિર પાસેથી મોપેડ ઉપર બળજબરી બેસાડી જઈ ઘોડદોડ રોડ ખાતે લઈ જઈ માર મારી રાત્રિના સમયે તેના ગળામાંથી સોનાની ચેઈન, બુટ્ટી તેમજ રોકડા રૂપીયા મળી 49 હજાર 500ની લુંટ કરી ફરાર થઈ ગયા હતાં. આ અંગે કિશોરએ ઉમરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. તરૂણએ ફરિયાદમાં શિવા ઝાલા, વિષ્ણુ, રાકીયો, સાહીલ અને ઈમરાન ગડ્ડી સહિત 10 લોકોના નામ લખાવ્યા હોય ઉમરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી તરૂણનુ અપહરણ કરી જઈ માર મારી લુંટ ચલાવનાર બે લુંટારૂ અપહરણકાર મુળ યુપીનો અને હાલ ડિંડોલી ખાતે રહેતા શિવમ ઉર્ફે પંડિત રાકેશચંદ્ર મિશ્રા તથા બીજો ઉધના શિવ નગર ખાતે રહેતા સાહીલ હારૂન શેખને ઝડપી પાડ્યા હતાં. અને બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.