સુરતમાં એનઆઈએફ ગ્લોબલ દ્વારા યોજાયો ભવ્ય ફેશન શો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં એનઆઈએફ ગ્લોબલ દ્વારા યોજાયો ભવ્ય ફેશન શો
ભારતીય હસ્તકલાઓ અને આધુનિક ડિઝાઇનનો અદ્ભુત સંગમે
લેકમે ફેશન વીકમાં લોન્ચ થયેલી કલેક્શનથી શોની ભવ્યતા વધી

સુરતમાં એનઆઈએફ ગ્લોબલ દ્વારા યોજાયો ભવ્ય ફેશન શો: ભારતીય હસ્તકલાઓ અને આધુનિક ડિઝાઇનનો અદ્ભુત સંગમેં દર્શકોને આકર્ષિત કર્યા- લેકમે ફેશન વીકમાં લોન્ચ થયેલી કલેક્શનથી શોની ભવ્યતા વધી, ૧૧ સિક્વન્સમાં સર્જનાત્મકતાની ઝલક જોવા મળી

એનઆઈએફ ગ્લોબલ સુરત બીપીએએચ ખાતે આયોજિત ફેશન શોમાં સર્જનાત્મકતા, કારીગરી અને આધુનિક ડિઝાઇનનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થી ડિઝાઇનરોએ ભારતીય હસ્તકલાની સમૃદ્ધ પરંપરાથી પ્રેરિત પોતાની વિશેષ કલેક્શન રેમ્પ પર રજૂ કરી હતી, જેને દર્શકોએ ભરપૂર પ્રશંસા આપી હતી. આ ફેશન શોની સૌથી વિશેષ બાબત તૈયાર કરવામાં આવેલ ૧૧ થીમ આધારિત સિક્વન્સ રહ્યા, જેમાં ડિઝાઇનરોની કલ્પનાશક્તિ અને કલા કૌશલ્યની ઝલક સ્પષ્ટ રીતે જોવા મળી હતી. કાર્યક્રમમાં એવી બે વિશેષ કલેક્શન પણ સામેલ હતી, જે અગાઉ મુંબઈના પ્રતિષ્ઠિત લેકમે ફેશન વીકમાં લોન્ચ થઈ ચૂકી છે, જેના કારણે સમગ્ર કાર્યક્રમની ભવ્યતા વધુ વધી ગઈ હતી. ડિઝાઇનરોની રજૂઆતમાં પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ, ભારતની શાહી વિરાસત તેમજ પરંપરાગત કઢાઈ અને હસ્તકલાની સમૃદ્ધ પરંપરાને આધુનિક ફ્યુઝન સિલ્હૂટ્સ સાથે સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. દરેક રજૂઆતમાં પરંપરા અને આધુનિકતાનું સંતુલિત સંમિશ્રણ જોવા મળ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દર્શકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને દરેક કલેક્શનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર શો દરમિયાન ગૂંજેલી તાળીઓએ માહોલને વધુ ઉત્સાહભર્યો બનાવી દીધો હતો.

આ પ્રસંગે જ્યુરી સભ્ય તરીકે જાણીતા ફેશન નિષ્ણાત મનીષ રેશમવાળા, સંગીતા ચોકસી અને સમતા ગૌદાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ડિઝાઇનરોના કાર્યનું મૂલ્યાંકન સર્જનાત્મકતા, કારીગરી, સ્ટાઇલિંગ અને પ્રેઝન્ટેશનના આધારે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ માત્ર ફેશનનું પ્રદર્શન નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા અને આધુનિક વિચારધારાના સંગમરૂપે એક પ્રભાવશાળી મંચ સાબિત થયો હતો, જેમાં યુવા ડિઝાઇનરોની નવી વિચારસરણી અને સર્જનાત્મક દ્રષ્ટિકોણને પણ ઉજાગર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *