અમરેલી : 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો
હુમલાખોર બન્ને આરોપીઓના કરાયા રિકન્સટ્રક્શન.
વિપુલ ધૂંધવાળા અને આકાશ આપટેને લઈ જવાયા ઘટનાસ્થળે
હુમલા વખતે વપરાયેલ છરી પોલીસે કરી કબજે
રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે મંગળવારે અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો હતો.પોલીસે આરોપીઓની ધરપકર કરી ઘટના નું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું.
અમરેલી શહેરમાં 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનાર આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. વિપુલ ધૂંધવાળા અને આકાશ આપટેને ઘટનાસ્થળે લઈ જવાયા હતા. મુખ્ય આરોપી વિપુલ ધૂંધવાળાનો ચહેરો ખુલ્લો રખાયો જ્યારે આકાશ આપટેના મોં પર કાળું કપડું રખાયું હતું. ગઈકાલે પોલીસે આરોપીઓના મીડિયા સમક્ષ લાવેલા ત્યારે માત્ર મુખ્ય આરોપી વિપુલ ધૂંધવાળાને જ બતાવેલો હતો. સહ આરોપી આકાશ આપટેને મીડિયાથી દૂર રખાયેલો હતો. આજે બન્ને આરોપીને ભાવકા ભવાની મંદિરે ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાસ્થળનું રિકન્સટ્રક્શન કરાયું હતું. ભાવકા ભવાની મંદિરથી લઈને ઠેબી ડેમ સુધી આરોપીને લઈ જવાયા હતા. હુમલા વખતે વપરાયેલ છરી પોલીસે કબજે કરી છે. ASP જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ સીટી પી.આઈ.ડી.કે.વાઘેલા સહિતનો પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. હુમલાખોર આરોપીઓના રિકન્સટ્રક્શન થતા લોકોના ટોળા ઉમટ્યા હતા.
