ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર

Featured Video Play Icon
Spread the love

ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર
અરજીઓ ટાઈપ કરાવી અને એક જ પ્રકારના ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ
સુરતના વકીલોએ વિરોધ નોંધાવી બે દિવસ કામકાજથી અળગા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરાયો છે જેમાં અરજીઓ ટાઈપ કરાવી અને એક જ પ્રકારના ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવા સહિતના પરિપત્ર સામે સુરતના વકીલોએ વિરોધ નોંધાવી બે દિવસ કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી હતી. તો કોર્ટમાં આવતા પક્ષકારોને વકીલોએ ગેટ પર અટકાવ્યા હતાં.

ગુજરાત હાઇકોર્ટના એક પરિપત્રને લઈને સુરતના વકીલોએ બે દિવસની હડતાલનું એલાન કર્યું છે. હાઈકોર્ટે પરિપત્રમાં જણાવ્યુ હતુ કે તમામ અરજીઓ ટાઈપ કરાવી અને માત્ર એક જ પ્રકારના ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવાના નિર્ણય કર્યો હોય જેની સામે વકીલોમાં નારાજગી જોવા મળી રહી છે.

વિરોધના ભાગરૂપે સુરત કોર્ટના મુખ્ય ગેટ પર વકીલો ઊભા રહી પક્ષકારોને કોર્ટ પરિસરમાં પ્રવેશતા અટકાવ્યા હોવાની માહિતી સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *