સુરતની ન્યૂ ટી.ટી. માર્કેટમાં આગની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતની ન્યૂ ટી.ટી. માર્કેટમાં આગની ઘટના
રીંગરોડ વિસ્તારમાં આવેલી ન્યૂ ટી.ટી. માર્કેટમાં આગ
માર્કેટની એક ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરી
આગની ઘટનાથી વેપારીઓ અને લોકોમાં દોડધામ મચી

સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી ન્યૂ ટી.ટી. માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. માર્કેટની એક ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના રીંગરોડ સ્થિત ન્યૂ ટી.ટી. માર્કેટમાં આવેલી એક ઓફિસમાં આગ લાગી હતી. આગના કારણે ઓફિસમાં રહેલું પીઓપી, વાયરિંગ અને ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *