દુષ્કર્મના ગુનામાં લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. દાંતમાં દુખાવો ઉપડતા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આજે નારાયણ સાંઈને સારવાર માટે લાવવામાં આવતા ચર્ચા જાગી છે. દુષ્કર્મના ગુનામાં લાજપોર જેલમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈને દાંતમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
