ઉધના બીઆરસીની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના

Featured Video Play Icon
Spread the love

ઉધના બીઆરસીની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના
કાર્બેઝના ગોડાઉન નજીક વેસ્ટેજ કચરામાં આગ લાગી
ફટાકડાની ચિંગારીથી આગ લાગ્યાની પ્રાથમિક માહિતી
આગના કારણે વિસ્તારમાં દોડધામ મચી હતી

સુરતમાં ફટાકડાની ચિંગારીના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઉધના બીઆરસી લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્બેઝના ગોડાઉન પાસે વેસ્ટેજ કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી.

સુરતના ઉધના ખાતે આવેલ બીઆરસીની લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કાર્બેઝના ગોડાઉન પાસે આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ફટાકડા ફૂટવાના કારણે ઉડેલી ચિંગારી વેસ્ટેજ કચરામાં પડતા આગ ભભૂકી ઊઠી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ગોડાઉનના પતરાના શેડને નુકસાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *