દિવાળીના તહેવારને લઈને સુરતથી વતન જતાં મુસાફરો માટે એસ.ટી. નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ સહિતના વિસ્તારો માટે 1,500થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધારુકા કોલેજ ખાતે બસ સેવાનું નિરીક્ષણ કરી મુસાફરો સાથે આત્મીય સંવાદ કર્યો હતો.
દિવાળીના તહેવારમાં વતન જવા નીકળેલા સુરતવાસીઓ માટે એસ.ટી. નિગમ સહારો બન્યુ હોય તેમ લાગી રહ્યુ છે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા સુરત વિભાગ દ્વારા 1,500થી વધુ વધારાની બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધારુકા કોલેજ, વરાછા રોડ ખાતે એક્સ્ટ્રા બસ સેવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મંત્રીએ બસમાં મુસાફરી કરતા લોકો સાથે વાતચીત કરી સુવિધાઓની માહિતી મેળવી અને મુસાફરોને સલામત પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ સહિતના વિસ્તારો માટે ખાસ બસોની વ્યવસ્થા કરાઈ છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક મુસાફર સમયસર અને સુરક્ષિત રીતે પોતાના માદરે વતન પહોંચી પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકે.
