સુરતની સરથાણા પોલીસે સોનાનો હાર શોધ્યો
12 લાખનો ખોવાયેલો સોનાનો હાર મૂળ માલિકને પરત કર્યો
સરથાણા પોલીસની કામગીરીથી હારના માલિક ખુશ
સુરતની સરથાણા પોલીસે 12 લાખનો ખોવાયેલો સોનાનો હાર શોધી મુળ માલિકને આપતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત પોલીસે ફરી લોકો માટેની હોવાનો અહેસાસ કરાવ્યો છે. સુરતની સરથાણા પોલીસે 12 લાખનો હાર શોધી મુળ માલિકને સોંપ્યો હતો. સરથાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસ હાથ ધરી હતી અને વીવીધ ટીમો બનાવી તપાસ કરતા પોલીસની સતર્કતાથી મહિલાનો 10 તોલાનો સોનાનો હાર સુરક્ષિત પરત મળ્યો હતો. તો સરથાણા પોલીસની કામગીરીથી હારના માલિક ખુશ થઈ ગયા હતાં.
