સુરતમાં ધનતેરસના પર્વે અનોખી રીતે ગૌપૂજન
પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પરિવાર સાથે કર્યું ગૌપૂજન
ગૌપૂજન કરી ધનતેરસની ઉજવણી કરી
ખેતી બચાવો, દેશ બચાવો’નો આપ્યો સંદેશ
ગૌસેવા અને ખેતીના સંરક્ષણનો સંકલ્પ લેવા કરી અપીલ
સુરતમાં ધનતેરસના પર્વે અનોખી રીતે ગૌપૂજન કરાયું હતું. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પરિવાર સાથે ગૌપૂજન કરી ધનતેરસની ઉજવણી કરી હતી. ગૌપૂજનના માધ્યમથી તેમણે ખેતી બચાવો, દેશ બચાવોનો સંદેશ આપ્યો હતો. સાથે જ ગૌસેવા અને ખેતીના સંરક્ષણનો સંકલ્પ લેવા અપીલ કરી હતી.
સુરતમાં ધનતેરસના પાવન પર્વે ગૌસેવાનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. સુરત શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પરિવાર સાથે ગૌપૂજન કરી ધનતેરસના પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગાય, ખેતી અને ભારતીય સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરતાં તેમણે ખેતી બચાવો, દેશ બચાવોનો સંદેશ આપ્યો હતો. ગૌસેવા અને ખેતીનું સંરક્ષણ એ દેશની સંસ્કૃતિ અને પરંપરાના જતન સાથે જોડાયેલું છે, ત્યારે દરેક નાગરિક ગૌસેવા અને ખેતીના સંરક્ષણનો સંકલ્પ લે તેવી અપીલ પણ નીતિનભાઈએ કરી હતી.
