માંડવી પોલીસની માનવતાભરી કામગીરી,

Featured Video Play Icon
Spread the love

માંડવી પોલીસની માનવતાભરી કામગીરી,
જનરક્ષક 112 ટીમે દયનીય હાલતમાં મહિલાને સુરક્ષિત આશરો આપ્યો
મહિલા પીએસઆઈ કે.વી. પટેલે સંવેદનશીલતા દાખવી, મહિલાને જમાડી
પૂછપરછ બાદ નવસારીના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા

સુરત ગ્રામ્ય એસ.પી. રાજેશ ગઢિયાની સૂચનાથી માંડવી પોલીસની ‘જનરક્ષક ૧૧૨’ ટીમે પુના ગામની દૂધ ડેરી પાસેથી દયનીય હાલતમાં એક અસ્થિર મગજની મહિલાને બચાવી હતી. મહિલા પી.એસ.આઈ. કે.વી.પટેલે સંવેદનશીલતા દાખવી મહિલાને હૂંફ આપી જમાડી હતી. પૂછપરછમાં મહિલાએ પોતાનું નામ પૂજાબેન નીતિનભાઈ રાઠોડ (ઉ.વ.૩૦) (રહે.,અબ્રામા, નવસારી) જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે ભારે જહેમત ઉઠાવી તેના માતા મંગીબેનનો સંપર્ક કર પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતાં. ડીવાયએસપી અક્ષેશ એન્જિનિયર અન પી.આઈ. જે.એસ.વળવીના માર્ગદર્શન હેઠળ મા-દીકરીનું ભાવુક મિલન કરાવી માંડવીપોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. માતાએ અશ્રુભીન આંખે પોલીસનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *