ગાંધીજી અંગે કથિત અપમાનજનક વીડિયો મામલે વિવાદ

Featured Video Play Icon
Spread the love

ગાંધીજી અંગે કથિત અપમાનજનક વીડિયો મામલે વિવાદ
‘સિમરન 143’ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સામે ગૌરક્ષા મંચની ઉમરા પોલીસમાં અરજી

સુરતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અંગે કથિત અપમાનજનક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલે વિવાદ સર્જાયો હોય તેમ સિમરન 143 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ પ્રકારનો વીડિયો પ્રસારિત કરાયો હોવાના આક્ષેપ સાથે ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા ઉમરા પોલીસ મથકે અરજી કરાઈ હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અંગે કથિત અપમાનજનક ભાષાનો વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરાયો હોવાના આક્ષેપ સાથે ભારતીય ગૌરક્ષા મંચે વિરોધ નોંધાવ્યો હતો. સિમરન 143 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો પોસ્ટ કરાયો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશ ગામીએ ઉમરા પોલીસ મથકમાં લેખિત અરજી આપી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. અરજીમાં જણાવાયું હતુ કે આવા વીડિયોથી લોકોની લાગણી દુભાઈ શકે છે અને જાહેર શાંતિ પર પણ અસર થઈ શકે છે. અરજદારે મહાત્મા ગાંધીજીને દેશના રાષ્ટ્રપિતા અને વિશ્વમાં શાંતિ તથા અહિંસાના પ્રતિક તરીકે ઓળખાવતા તેમના અંગે અપમાનજનક શબ્દો અથવા વીડિયો પ્રસારિત કરનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી. ભારતીય ગૌરક્ષા મંચની માંગ છે કે સંબંધિત ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને વીડિયોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે. અને તપાસમાં કાયદાકીય ગુનો બનતો હોવાનું સામે આવે તો લાગુ પડતી જોગવાઈઓ હેઠળ જવાબદાર વ્યક્તિ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ કહ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *