અલથાણમાં ટ્રાફિક પોલીસના ડંડાથી બાઈકચાલક ઈજાગ્રસ્ત હોવાનો વીડિયો વાયરલ

Featured Video Play Icon
Spread the love

અલથાણમાં ટ્રાફિક પોલીસના ડંડાથી બાઈકચાલક ઈજાગ્રસ્ત હોવાનો વીડિયો વાયરલ
મામલે ટ્રાફિક એસીપીએ તપાસ કરી, ઈજાગ્રસ્ત બાઈકચાલક સાથે વાતચીત કરી

સુરતના અલથાણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક ચાલકને ડંડો મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો હતો. તો સમગ્ર મામલે ટ્રાફિક એસીપી દ્વારા તપાસ કરાઈ હતી. અને તપાસ દરમિયાન ઈજાગ્રસ્ત બાઈક ચાલક સાથે પણ એસીપીએ વાતચીત કરી હતી.

સુરતના અલથાણ ખાતે ટ્રાફિક પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોને લઈને બાઈક ચાલકને પોલીસે ડંડો માર્યો હોવાની ચર્ચા થઈ હતી. મામલો સામે આવતા ટ્રાફિક એસીપી એસઆર ટંડેલ દ્વારા સ્થળની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એસીપી એસઆર ટંડેલે ઈજાગ્રસ્ત બાઈક ચાલક સાથે વાતચીત કરી હતી. બાઈક ચાલકે જણાવ્યું હતું કે તેણે આગળની બ્રેક મારતા તેની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને તેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ ટ્રાફિક એસીપી એસઆર ટંડેલે સ્પષ્ટતા કરી છે કે બાઈક ચાલકને કોઈ પોલીસે ડંડો માર્યો નથી. ઘટના સમયે પોલીસ પણ સ્થળ પર હાજર હોવાનું તેમણે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *