ભાવનગર જિલ્લામાં લોકલ ઠંડા પીણાની પ્રોડક્ટ સામે કાર્યવાહી
જાણીતી બ્રાન્ડ જેવી દેખાતી ઠંડા પીણાની પ્રોડક્ટ ઝડપાઈ
JD, FD નામથી વેચાતી લોકલ પ્રોડક્ટ સામે કાયદેસરની કાર્યવાહી
ફૂડ સેફ્ટી ઓફિસર અને ભાવનગર SOGની સંયુક્ત કાર્યવાહી
ઠંડા પીણાની બ્રાન્ડ પ્રોડક્ટ ફેસબુક ની જેવી દેખાતી ભાવનગર જિલ્લામાં લોકલ ઠંડા પીણાની પ્રોડક એમએફ જેડી, એફડી નામ આપી વેચાણ કરતી પ્રોડક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા ફુડ સેફટી ઓફીસર તથા ભાવનગર એસઓજી
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરિક્ષક રાજેન્દ્ર અસારી સાહેબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે ભાવનગર જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ (એસ.ઓ.જી.)ના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને ભાવનગર શહેર જીલ્લામાંથી ખાદ્ય માફિયાઓની ગેરકાયદેસર પ્રવૃતીઓ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપેલ. જે અનુસંધાને આજરોજ ભાવનગર એસ.ઓ.જી. પોલીસની જુદી જુદી ટીમ બનાવી ભાવનગર જીલ્લાના વરતેજ તથા ઘોઘા પોલીસ સ્ટેશન વિસ્તારમાં (૧) thermal fd mix fruit પ્લોટ નં.૯, સર્વે નં.૧૧૧ વરતેજ જી.આઇ.ડી.સી. ભાવનગર (૨) Jaldip soft drinks jb આઝાદ બેવેજીસ નાના ખોખરા તા.ઘોઘા જિ ભાવનગર (3) Raj MF mix fruit રાજ ખોડીયાર કોલ્ડ્રીકસ પીપલીયા પુલ પાસે ભુંભલી તા.ધોધા જિ.ભાવનગર ખાતે ફુડ સેફ્ટી ઓફિસર મનિષ ચૌધરી સાહેબ સાથે સંયુકત રેઇડ કરતા જરૂરી સેમ્પલો લેવામા આવેલ છે તેમજ કુલ ૬૬ બોટલ નાશ કરવામા આવેલ છે તેમજ ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામા આવે છે જે અંગે વરતેજ તથા ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરવામા આવેલ છે અને FSL રીપોર્ટ આવે આગળની કાર્યવાહી કરવામા આવશે..
