સુરતના કોસંબામાં ચાર વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ ઉકેલાયો
એક જ પરિવારની ત્રણ મહિલાઓની હત્યા થયાનો ખુલાસો
માધવદાસ અને પત્ની ઉર્મિલા સામે હત્યાનો આરોપ
માતા, સાળી અને વૃદ્ધ દાદીની હત્યા કર્યાનો પોલીસનો દાવો
સુરતના કોસંબામાં ચાર વર્ષ જૂના હત્યાકાંડનો ચોંકાવનારો ભેદ ખુલ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, માધવદાસે પત્ની ઉર્મિલા સાથે મળી પોતાની માતા, પત્નીની બહેન અને વૃદ્ધ દાદી શાંતાબેનની હત્યા કરી હતી. શાંતાબેનની લાશ સિમેન્ટ ભરેલા ડ્રમમાં ઘરમાં જ દાટી હોવાનો આરોપ છે. આરોપીની કબૂલાત બાદ નવાપરા વિસ્તારમાં ખોદકામ કરતાં માનવ અવશેષો મળી આવ્યા છે.
પોલીસના દાવા મુજબ, ત્રણેય મહિલાઓની ઓશિકાથી ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. માતા અને સાળીની હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે વૃદ્ધ દાદીની લાશ સિમેન્ટમાં દાટી દેવામાં આવી હતી. પત્ની અને તેના પિતરાઈ ભાઈને ફસાવવાના પ્રયાસમાં માધવદાસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. જોકે તપાસ દરમિયાન તેના પર જ શંકા જતા પૂછપરછમાં ત્રણ હત્યાની કબૂલાત કર્યાનો પોલીસનો દાવો છે.
બાઈટ
ચાર વર્ષથી રહસ્ય બનેલી શાંતાબેનની હત્યાનો ભેદ હવે ખોદકામ બાદ સામે આવ્યો છે. મળેલા માનવ અવશેષોની FSL તપાસ ચાલી રહી છે અને સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તથા કોસંબા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
