ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને પુત્રીને ગંભીર ધમકીઓ

Featured Video Play Icon
Spread the love

ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને પુત્રીને ગંભીર ધમકીઓ
કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી
બિલ્ડર અસ્ફાક રિફાઈ કે જે માજી કોર્પોરેટરને પુત્ર

ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને કેનેડામાં અભ્યાસ કરતી તેમની પુત્રીને નિશાન બનાવી ગંભીર ધમકીઓ આપવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી સફળતા મેળવી છે. ડમી મોબાઈલ નંબરના આધારે શરૂ થયેલી તપાસનો છેડો વરિયાવી બજારના બિલ્ડર અસ્ફાક રિફાઈ કે જે માજી કોર્પોરેટરને પુત્ર છે તેના સુધી પહોંચ્યો છે, જેની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત સાયબર ક્રાઈમ સેલ પાસેથી મળતી માહિતી મુજબ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા વોટ્સએપ નંબર પરથી રહસ્યમય અને ધમકીભર્યા મેસેજ મળી રહ્યા હતા. આ મેસેજમાં ખૂબ જ ચાલાકીપૂર્વક અને ગર્ભિત રીતે ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં લખાયું હતું કે, તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે તેને ખૂબ ખૂબ અભિનંદન. શહેરમાં કોઈની સાથે ખોટું ના કરતા, નહીં તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું થવા દેશે. કોઈનું કરેલું કોઈના બાળ-બચ્ચાએ ભોગવવું ના પડે તેનું ધ્યાન રાખજો. આ મેસેજ બાદ પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહિલા કોર્પોરેટરના પતિએ આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને ટેક્નિકલ વર્કઆઉટ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, જે નંબર પરથી મેસેજ આવ્યા હતા, તે એક ડમી નંબર હતો. પ્રાથમિક તપાસમાં આ નંબર એક સામાન્ય મજૂર વર્ગના માણસના નામે હોવાનું બહાર આવ્યું હતું પરંતુ, ઉંડાણપૂર્વકની તપાસમાં ખબર પડી કે આ નંબરનો વાસ્તવિક ઉપયોગ કોઈ મજૂર નહીં પણ શહેરનો એક બિલ્ડર અસ્ફાક રિફાઈ કે જે કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર નઈમ રિફાઈનો પુત્ર છે તે કરી રહ્યો હતો. અસ્ફાક નઈમુદ્દીન રીફાઇ વરિયાવી બજાર, હોડી બંગલો વિસ્તારમાં રહેતો હોવાનુ અને સાથે કન્સ્ટ્રક્શન એટલે કે બિલ્ડરના કામ સાથે સંકળાયેલો છે તો તેણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે.

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અસ્ફાક અને ફરિયાદી પક્ષ એકબીજાને અગાઉથી ઓળખે છે. જૂની કોઈ અદાવત કે વ્યવસાયિક હિતોને કારણે આ ધમકી આપવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. તો આ કેસ માત્ર મેસેજ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ એક ભયાનક ભૂતકાળ પણ જોડાયેલો છે. મહિલા કોર્પોરેટરની દીકરી કેનેડામાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગઈ છે. 27 જુલાઈ, 2024ના રોજ કેનેડામાં ત્રણ અજાણ્યા શખસોએ તેની આંખમાં પેપર સ્પ્રે છાંટી હુમલો કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2025માં પણ તેના પર ફિઝિયોથેરાપીના બહાને હુમલાનો પ્રયાસ થયો હતો અને ઓક્ટોબર 2025માં ફરી એકવાર તેનો પીછો કરી તેની ગાડીને ટક્કર મારવામાં આવી હતી. આ સતત હુમલાઓથી ડરી ગયેલી યુવતી અંતે ભારત પરત ફરી હતી. બિલ્ડર અસ્ફાક રિફાઈએ પોતે સીધી રીતે પકડાવાના ડરથી મજૂરના નામે મેળવેલા ડમી કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેથી પોલીસને ગુમરાહ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *