સુરતમાં ગણેશોત્સવનો ઉત્સાહ, વિઘ્નેશ્વર મંડળની ભવ્ય મૂર્તિનો ફર્સ્ટ લુક જાહેર
અડાજણમાં વિઘ્નેશ્વર મંડળની ગણેશજીની ભવ્ય મૂર્તિનો ફર્સ્ટ લુક
પ્રસિદ્ધ મૂર્તિકાર સંતોષ કાંબળીની કલાથી તૈયાર ગણેશજીની પ્રતિમાનો ફર્સ્ટ લુક
સુરતમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અડાજણ ડી-માર્ટ નજીક આવેલા સુરતના વિઘ્નેશ્વર મંડળની ગણેશજીની ભવ્ય મૂર્તિનો આજે ફર્સ્ટ લુક જાહેર કરાઈ હતી. પ્રસિદ્ધ મૂર્તિકાર સંતોષ કાંબળી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિમાના ફર્સ્ટ લુકને લઈને ભક્તોમાં પણ આતુરતા જોવા મળી રહી છે.
સુરતમાં ગણેશોત્સવની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યારે અડાજણ ડી-માર્ટની બાજુમાં આવેલા સુરતના વિઘ્નેશ્વર મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણેશજીની ભવ્ય મૂર્તિનો આજે ફર્સ્ટ લુક જાહેર કરાયો હતો. પ્રસિદ્ધ મૂર્તિકાર સંતોષ કાંબળી દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણેશજીની આ પ્રતિમાને લઈને ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ ખાસ પ્રસંગે ગણેશોત્સવની શરૂઆત પહેલા જ વિઘ્નહર્તાના આ ભવ્ય સ્વરૂપની એક ઝલક જોવા માટે ગણેશભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
