સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત
સુરતમાં અવિરત વરસાદ, અનેક રસ્તાઓ પાણી-પાણી
રાતભરના વરસાદથી સુરતના રસ્તાઓ પર ભરાયા પાણી
સુરતમાં મેઘમહેરથી જનજીવન પર અસર
સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે શનિવારથી શરૂ થયેલો વરસાદ સોમવારે પણ અવિરત વરસી રહ્યો છે. રાતભર પડેલા વરસાદથી શહેરના અનેક રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે, ત્યારે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેરના કારણે જનજીવન પર અસર જોવા મળી છે.
સુરતમાં ધોધમાર વરસાદ યથાવત છે. હવામાન વિભાગની આગાહીને લઈને શનિવારથી સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે મોડી સાંજથી શરૂ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ વરસ્યા બાદ સોમવારે પણ યથાવત રહ્યો છે. આખી રાત સતત વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની મહેરના કારણે કામધંધે જતા લોકો તેમજ શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદી માહોલને કારણે શહેરમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે.
