માલપુરના સોમપુર ગામે ખેડૂતના મકાનમાં આગ
પશુઓનો ઘાસચારો બળીને ખાખ,
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
માલપુરના સોમપુર ગામમાં ગત રાતના એક ખેડૂતના મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રવીણ પટેલ નામના ખેડૂતના ઘરમાં અચાનક આગ લાગી હતી. ઘરમાં પશુઓ માટે મોટી માત્રામાં સંગ્રહ કરેલો ઘાસચારો આગની ચપેટમાં આવ્યો હતો.
આગની જ્વાળાઓએ બાજુના તબેલા સુધી વિસ્તાર પામી હતી. ઘટનાની જાણ થતાં મોડાસા પાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે સમયસર કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણની હજુ સુધી માહિતી મળી શકી નથી. નોંધનીય છે કે આ ઘટના એવા સમયે બની છે, જ્યારે ગઈકાલે જ બાયડમાં પણ આગ લાગવાની ઘટના નોંધાઈ હતી. વિસ્તારમાં આગની ઘટનાઓમાં થઈ રહેલા વધારાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
—-