મોટા આંકડિયામાં દલિત આગેવાનો પર જીવલેણ હુમલાનો આક્ષેપ,

Featured Video Play Icon
Spread the love

મોટા આંકડિયામાં દલિત આગેવાનો પર જીવલેણ હુમલાનો આક્ષેપ,
ઉપસરપંચ સહિતના શખ્સો સામે ટ્રેક્ટર ચઢાવી મારી નાખવાના પ્રયાસ

મોટા આંકડિયામાં દલિત આગેવાનો પર જીવલેણ હુમલાનો આક્ષેપ, ઉપસરપંચ સહિતના શખ્સો સામે ટ્રેક્ટર ચઢાવી મારી નાખવાના પ્રયાસની ફરિયાદ, પંથકમાં ચકચાર

આગેવાનો પર થયેલા કથિત જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી છે. મળતી માહિતી મુજબ, ગામના ઉપસરપંચ રમેશભાઈ બાવીસી અને તેમના સાગરીતો સામે દલિત સમુદાયના અગ્રણીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. ભૂમાફિયા તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને જમીન સંબંધિત મુદ્દાઓનો વિરોધ કરવા બદલ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે દલિત સમાજના આગેવાનો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપ અનુસાર, હુમલાખોરોએ દલિત આગેવાનોને નિશાન બનાવી તેમના પર ટ્રેક્ટર ચઢાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બનાવ બાદ દલિત સમાજ અને વિવિધ સામાજિક સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે

દલિત સમાજના આગેવાનો દ્વારા મુખ્ય આરોપી ઉપસરપંચ રમેશભાઈ બાવીસી તથા તેમના સાગરીતો સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ હેઠળ તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સાથે જ ગામમાં દલિત સમાજની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની અને સત્તાનો દુરુપયોગ કરનાર ઉપસરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ ગંભીર ઘટનાને લઈને આગામી સમયમાં યોગ્ય ન્યાય નહીં મળે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલન સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *