ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ જુગાર ધામ પકડ્યું

Featured Video Play Icon
Spread the love

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ જુગાર ધામ પકડ્યું
૨૯,૭૯૦ ના મુદ્દામાલ સાથે આઠ ઇસમોને ઝડપી પાડ્યા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ ૨૯,૭૯૦ ના મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડ્યા

પોલીસ મહાનિરીક્ષકનાઓએ શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરી અસરકારક કામગીરી કરવા માટે સુચના આપેલ તા.૨૫ જૂનના રોજ એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળેલ કે, કુમુદવાડીના નાંકે, ડિવાઇન સ્ટાર બિલ્ડીંગની સામે, ન્યુ ખોડિયાર પાનની દુકાનની બાજુમાં જાહેરમાં ગંજીપતાનાં પાનાં પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમી/રમાડે છે. જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપતાનાં પાનાં પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબના મુદ્દામાલ સાથે પકડાય ગયેલ. જેથી તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. જેમાં પકડાયેલા આરોપીઓમાં 1) અનિલ માવજીભાઇ રાઠોડ 2) ચિરાગ પ્રવિણભાઇ પરમાર 3) આકાશ રમેશભાઇ જાંબુચા 4)ધર્મેશ રમેશભાઇ સોલંકી 5)સંજય ઉર્ફે ભોલુ મનસુખભાઇ બારૈયા 6)વિશાલ ઉર્ફે દાઢી છનાભાઇ સોલંકી 7) હિતેશ ધરમશીભાઇ સોલંકી 8)રાજુગીરી હિંમતગીરી ગૌસ્વામી છે જેમની પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં 1)ગંજીપત્તાના પાના-૫૨ કિ.રૂ.૦૦ 2) રોકડ રૂ.૨૯,૭૯૦/- મળી આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *