સુરતમાં ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસ પ્રમુખ ઉપર આક્ષેપ
મહિલા કાર્યકરના કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા ઉપર આક્ષેપ
કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ નિવેદન આપ્યુ
સુરતમાં ફોર્મ ચકાસણી સમયે ઉભા થયેલા વાંધાઓ અને મહિલા કાર્યકર દ્વારા કરાયેલા આક્ષેપો અંગે કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ નિવેદન આપ્યુ હતું.
સુરતમાં મનપાની ચુંટણીમાં ફોર્મ ભર્યા બાદ ચકાસણી સમયે જ હોબાળો થયો હતો. જેમાં સુરત કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં વાંધા હોય જે અંગે તથા એક મહિલા કાર્યકર દ્વારા કરાયેલા આક્ષેપો અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતું. અને પક્ષ તથા મોવડી મંડળના નિર્ણયથી જ કામગીરી કરાઈ હોવાનું જણાવ્યુ હતું. સાંભળો શુ કહે છે વિપુલ ઉધનાવાલા.
