ભાવનગરમાં ૧૦ મહીના પહેલા યુવાનની હત્યાનો મામલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ૧૦ મહીના પહેલા યુવાનની હત્યાનો મામલો
એકનું મૌત અને બે ને ગંભીર ઇજા પહોચી હતી
હાદીઁક બટુક કટારીયાએ ધોધા પોલીસમાં ફરીયાદ નોંધાવી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે આજથી 10 મહિના પહેલા એક હોટલ ધારક યુવાનની ગામના જ બે શખ્સોએ કરપીણ હત્યા કરી હતી આ હત્યાનો બદલો લેવા મૃતકના ભાઈએ હત્યારાઓ પર કાર ચડાવી દઈ ખચડી નાખવાનો પ્રયત્ન કરતા એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા સાથે હોસ્પિટલાઈઝ કર્યા છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામે રહેતો અને ગામમાં બુધેલ રોડ પર બિચ્છુ નામની નોનવેજ હોટલ ધરાવતા પિયુષ મંગા કંટારીયા ઉંમર વર્ષ ૩૪ ગત તારીખ 17, 7, 2025 ના રોજ રાત્રિના સમયે પોતાની હોટલ પર હાજર હોય એ દરમિયાન ગામના જ સુનિલ ઘેલા કંટારીયા અને હાર્દિક બટુક કંટારીયા નોનવેજ ભોજન લેવા માટે પિયુષની હોટલે આવ્યા હતા જેમાં જમતી વેળાએ બંને શખ્સો ગાળો બોલતા હોય આથી હોટલ ધારક પિયુષ એ બંને શખ્સોને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે હોટલમાં તેની પત્ની અને પુત્રી હાજર છે મહિલાઓની હાજરીમાં ગાળો ન બોલો આ વાતને લઈને ઉશ્કેરાયેલ સુનિલ તથા હાર્દિકે પિયુષ પર છરી વડે હુમલો કર્યો હતો અને પિયુષ ને છરીના ઉપરાં છાપરી ઘા ઝીંકી દઈ ફરાર થઈ ગયા હતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિયુષનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં પોલીસે બંને હથિયારાઓની ધડ પકડ કરી હતી અને જેલ હવાલે કર્યા હતા. દરમિયાન છેલ્લા પાંચ મહિનાથી હાર્દિક બટુક કંટારીયા જામીન પર છૂટીને ફરતો હોય આ હાર્દિકની હત્યા કરવાનો પ્લાન મૃતક પિયુષ ના ભાઈ હસમુખ ઉર્ફે શીશો મંગા કંટારીયા એ કર્યો હતો ભાઈના હત્યારા ને ગમે તેમ કરીને મોતને ઘાટ ઉતારવાની જીદ લઈને હસમુખ બેઠો હોય જેમાં ગઈકાલે આ હત્યા કેસમાં જેલમાં રહેલ સુનિલ ઘેલા કંટારીયા નું સર્ટી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે લાવવાના હોય આજથી હાર્દિક બટુક કંટારીયા, સુનિલ નો ભાઈ શાંતિ ઘેલા કંટારીયા, અને રોનક ગાંડા કંટારીયા ભૂતેશ્વર થી સ્કૂટર લઈને સર્ટી હોસ્પિટલ ખાતે સુનિલને મળવા માટે ગયા હતા જ્યાંથી મળીને ત્રણેય પરત ભૂતેશ્વર તરફ આવી રહ્યા હતા ત્યારે ઘોઘા રોડ પર અવાણીયા ગામ થી આગળ જત વિસ્તારમાં આ ત્રણેય વ્યક્તિઓને સ્કૂટર સાથે કચડી નાખવાના ઇરાદા સાથે હસમુખ ઉર્ફે શીશો મંગા કંટારીયા ઇકો કાર નંબર gj 04 ડીએન 93 37 લઈને પૂર ઝડપે સ્કૂટર પાછળ આવ્યો હતો અને સ્કૂટર સાથે કાર અથડાવી ત્રણેયને કચડી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો દરમિયાન ત્રણેય યુવાનો ને હસમુખે કાર અડફેટે લઈ 100 ફૂટ સુધી ઢસડિયા હતા જેમાં ત્રણેય યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી દરમિયાન શાંતિ ઘેલા કંટારીયા ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે રોનક ગાંડા કંટારીયા ને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે જ્યારે ફરિયાદી અને ઇજાગ્રસ્ત એવા હાર્દિક બટુક કંટારીયા ઉંમર વર્ષ 24 ને સર્ટી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ અંગે હાર્દિક બટુક કંટારીયા એ ઘોઘા પોલીસ સ્ટેશનમાં હસમુખ ઉર્ફે શિશો મંગા કંટારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *