લીંબડી ખાતે અષાઢી સુદ એકમનો રામદેવપીરનો વરઘોડો નીકળ્યો
રઘોડામાં મહિલાઓ, બાળકો સહિત યુવાનો અને વૃધ્ધો જોડાયા
લીંબડી ખાતે આજરોજ અષાઢી બીજ અંર્તગત આજે અષાઢી સુદ એકમનો રામદેવપીરનો વરઘોડો નીકળ્યો
ખાસ કરીને વાત કરવામાં આવે તો દર વર્ષે રામદેવપીરનો વરઘોડાનુ આયોજન અષાઢી એકમના રોજ લીંબડી ખાતે આવેલ મફતીયાપરા એટલે હાલનાં પારસ નગર ખાતેથી કરવામાં આવે છે ત્યારે આ વરઘોડામાં મહિલાઓ, બાળકો સહિત યુવાનો અને વૃધ્ધો જોડાતાં હોય છે ત્યારે આજે પારસનગરથી આ વરઘોડા નું પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે લીંબડી મીલ રોડ, રેલ્વે સ્ટેશન રોડથી ગ્રીન ચોક થી વહાઈટ હાઉસ થઈને પરત પારસનગર રામાપીરનો વરઘોડો ડીજે ના તાલે વાજતે ગાજતે નીકળ્યો હતો ત્યારે ત્યારે રામદેવપીરના વેશ ધારણ કરેલ ભક્તના દર્શન માટે લીંબડી શહેરમાં ભક્તો દ્વારા દર્શન કરવા ઉમટી પડ્યા હતા ત્યારે આજે સાંજે પાંચ વિસ્તારમાં રામાપીર નું આખ્યાનનુ પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આવતી કાલે અષાઢી બીજના રોજ પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જાહેર જનતાને આયોજન કરનાર આયોજકો દ્વારા આખ્યાન જોવા અને પ્રસાદ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું..
