સુરત એસ.ટી. વિભાગની દિવાળી બસ સેવાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

Featured Video Play Icon
Spread the love

સુરત એસ.ટી. વિભાગની દિવાળી બસ સેવાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ
1300થી વધુ એક્સ્ટ્રા બસોનું કરાયું સંચાલન
પાંચ દિવસમાં 69 હજારથી વધુ મુસાફરોએ લીધો લાભ
સુરત એસ.ટી. વિભાગને ₹2.60 કરોડની આવક

દિવાળીના તહેવારમાં સુરત એસ.ટી. વિભાગ પર રૂપિયાનો વરસાદ થયો હોય તેમ વતન જવા માટે દોડાવવામાં આવેલી 1300થી વધુ એક્સ્ટ્રા બસોને મુસાફરોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો. માત્ર પાંચ દિવસમાં 69 હજારથી વધુ મુસાફરોએ લાભ લીધો છે અને સુરત એસ.ટી. વિભાગને અંદાજે 2.60 કરોડ રૂપિયાની બમ્પર આવક થઈ છે.

દિવાળીના તહેવારમાં વતન જતાં મુસાફરો માટે સુરત એસ.ટી. વિભાગ દ્વારા ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું. 4થી 7 નવેમ્બર દરમિયાન દોડાવવામાં આવેલી 1361 એક્સ્ટ્રા ટ્રીપમાં 69,162 મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. આ બસો દ્વારા કુલ 5 લાખ 31 હજાર 449 કિલોમીટરની મુસાફરી કરવામાં આવી હતી. જેના થકી સુરત એસ.ટી. વિભાગને 2 કરોડ 59 લાખ 96 હજાર 164 રૂપિયાની આવક થઈ છે. બીજી તરફ, એસ.ટી. આપના દ્વારે યોજના હેઠળ 147 ટ્રીપ દ્વારા 7,644 મુસાફરોને સોસાયટીથી સીધા તેમના વતન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આ યોજનાથી એસ.ટી. વિભાગને 34 લાખથી વધુની આવક થઈ હતી. આમ, દિવાળી સ્પેશ્યલ બસોના સફળ સંચાલનથી મુસાફરોને રાહત અને એસ.ટી. વિભાગને મોટી આવક થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *