ફ્રોઝન ડેઝર્ટના મુદ્દે ધારાસભ્ય કિશોર કાનાણી મેદાને

Featured Video Play Icon
Spread the love

ફ્રોઝન ડેઝર્ટના મુદ્દે ધારાસભ્ય કિશોર કાનાણી મેદાને
ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધની માંગ
ઓપરેશન હેલ્થને આવકારતા સરકાર સમક્ષ ઉઠાવ્યા પાંચ સવાલ
ફ્રોઝન ડેઝર્ટ મુદ્દે સરકાર પાસે માંગી સ્પષ્ટતા

સુરતમાં ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમનો મુદ્દો હવે રાજકીય સ્તરે ગરમાયો હોય તેમ વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે મેદાને આવ્યા છે. આરોગ્ય વિભાગના ઓપરેશન હેલ્થને આવકારવાની સાથે તેમણે સરકાર સમક્ષ પાંચ સવાલો ઉઠાવી સ્પષ્ટતા માંગી હતી.

સુરતમાં રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવાનો મુદ્દો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખી ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન હેલ્થને આવકારતા કિશોર કાનાણીએ પાંચ મુખ્ય સવાલો ઉઠાવ્યા છે. એક જ પાર્લરમાં રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને વેચાતા હોય તો દુકાનનું નામ શું હોવું જોઈએ? લૂઝમાં વેચાતા ફ્રોઝન ડેઝર્ટની ઓળખ ગ્રાહકો કેવી રીતે કરશે? તેમજ લગ્નપ્રસંગોમાં પીરસાતા ફ્રોઝન ડેઝર્ટ સામે કાર્યવાહી કેવી રીતે થશે? એટલું જ નહીં, એનાલોગ પનીર સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી થઈ શકે તો ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ કેમ નહીં? તેવો સવાલ પણ ઉઠાવ્યો છે. હવે ધારાસભ્યની આ માંગ પર રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *