સુરતના ઉધનામાં ચાલુ કારમાં અચાનક આગ, વેલકમ પાન નજીક ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધનામાં ચાલુ કારમાં અચાનક આગ, વેલકમ પાન નજીક ઘટના
કારમાં આગ ભભૂકતાં વિસ્તારમાં અફરાતફરી,
ઉધના વિસ્તારમાં ચાલુ કાર આગની લપેટમાં,
સદનસીબે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી

સુરતના ઉધના વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ઉધનાના વેલકમ પાન નજીક કારમાં આગ ભભૂકતાં જોતજોતામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે ઉધના વિસ્તારમાં ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેલકમ પાન નજીકથી પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ બની કે થોડી જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. જોકે સદનસીબે કારમાં સવાર કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *