સુરતના ડિંડોલી વિસ્તારમાં બે મહિલાઓ વચ્ચે મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં બે મહિલાઓ વચ્ચે મારામારી
લારી મુકવા જેવી બાબતે મારામારી થઈ
મહિલાના વાળ પકડીને તેને રસ્તા પર ઢસડી

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલો ચિંતા ચોક પાસે લારી મુકવા જેવી બાબતે બે મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. તો વાયરલ વિડીયોમાં છોડાવનારને પણ કેટલાક લોકોએ મેથિપાક આપ્યો હતો. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ ચિંતા ચોક પાસે લારી મુકવાને લઈ બે મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. આ આખી ઘટનાનું મૂળ માત્ર એક નાની જગ્યા હતા. રોડ પર લારી ક્યાં મૂકવી અને પાથરણું ક્યાં પાથરવું તે બાબતે બે પક્ષની મહિલાઓ સામાસામે આવી ગઈ હતી. જે ઝઘડો સામાન્ય બોલાચાલીથી શરૂ થયો હતો તેણે જોતજોતામાં ઊગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આજીવિકા મેળવવા માટેની જગ્યાના વિવાદમાં મહિલાઓ પોતાની મર્યાદા ભૂલીને રસ્તા વચ્ચે એકબીજા પર તૂટી પડી હતી. જાણે રસ્તો રણમેદાનમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગતું હતું. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણથી ચાર મહિલાઓ એકબીજાને ઢોર માર મારી રહી હતી. કોઈ મહિલા બંને હાથે મુક્કાબાજી કરી રહી હતી, તો કોઈએ સામેવાળી મહિલાના વાળ પકડીને તેને રસ્તા પર ઢસડી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક મહિલાને ત્રણ-ચાર સ્ત્રીઓએ મળીને વાળથી પકડી રાખી હતી અને સતત તેને માર મારી રહી હતી. આ દ્ર શ્યો જોઈને ત્યાં હાજર લોકો પણ અવાક રહી ગયા હતા. તો છોડાવવા વચ્ચે પડેલા એક યુવાનને કેટલાક લોકોએ મેથીપાક આપ્યો હોવાનુ પણ વિડીયોમાં કેદ થયો હતો. હાલ તો આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *