સુરતના સીટીલાઈટ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ચોથા માળે આગ
ચોથા માળે આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ
શોર્ટ સર્કીટના કારણે લાગેલી આગને લઈ અફરા તફરી
સુરતના સીટીલાઈટ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગતા ફાયર દોડતુ થઈ ગયુ હતું. શોર્ટ સર્કીટના કારણે લાગેલી આગને લઈ અફરા તફરી મચી ગઈ હતી.
સુરતના સીટી લાઇટ વિસ્તારમાં સિદ્ધાર્થ કોમ્પ્લેક્સના ચોથા માળે આગ લાગી હતી. તો આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા જ મજુરા, વેસુ, ભીમરાડની 6 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી. અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો આગ કાબુમાં આવી ગઈ છે. જ્યારે આગ ફ્રીઝમાં શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. જો કે આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતા હાશકારો અનુભવાઈ રહ્યો છે.
