સુરત ભાજપા મહિલા કોર્પોરેટરના પતિના આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સુરત ભાજપા મહિલા કોર્પોરેટરના પતિના આક્ષેપ
ગર્ભીત ધમકી આપનાર કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર નઈમ રિફાઈનો પુત્ર
સાયબર ક્રાઈમ સેલની તપાસમાં અસ્ફાક રિફાઈએ ધમકી આપી

સુરત ભાજપા મહિલા કોર્પોરેટરના પતિએ આક્ષેપ કરતા કહ્યુ છે કે તેઓને ગર્ભીત ધમકી આપનાર કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અસ્ફાક રિફાઈ છે. તો સાયબર ક્રાઈમ સેલની તપાસમાં પણ અસ્ફાક રિફાઈએ ધમકી આપી હોવાનો ખુલાસો થયો છે.

ભાજપ મહિલા કોર્પોરેટર ની દીકરી પર હુમલો અને પતિને ગર્ભિત ધમકી અપાતા સુરત સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરાઈ છે. વાત એમ છે કે સુરતના સૈયદપુરા વિસ્તારના ભાજપના મહિલા કોર્પોરેટર ના પતિ ભૂપેન્દ્ર રાવતકાને અજાણ્યા નંબરથી ગર્ભિત ધમકીઓ મળી હતી. અને ત્યારબાદ તેઓની દીકરી કે જે અભ્યાસ કરવા કેનેડા ગઈ હતી ત્યાં તેના પર ત્રણ વાર હુમલાનો પ્રયાસ કરાયો હતો. જેને લઈ તપાસ કરાતા કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર નઈમ રિફાઈના પુત્ર અસ્ફાક રિફાઈએ ધમકી આપી હોવાનો આક્ષેપ ભુપેન્દ્ર રાવતકાએ કર્યો હતો.

ભુપેન્દ્ર રાવતકાની ફરિયાદને લઈ સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ કરાઈ હતી જેમાં પણ પુર્વ કોર્પોરેટરના પુત્ર અસ્ફાક રિફાઈ દ્વારા ધમકી અપાઈ હોવાનો ખુલાસો કરાયો હતો. વર્ષ 2023થી ધમકીઓ મળી રહી હોય અને અગાઉ લાલગેટ પોલીસમાં અરજી પણ કરાઈ હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત બાદ તપાસનો ધમધમાટ શરૂ થતા અનેક ઘટસ્ફોટ થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *