સુરતમાં પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે પાડી
સચીન પાલી ગામમાં ધર્મ ભક્તિ સોસાયટીમાં રાત્રે અસામાજિક તત્વોનો આતંક
જીવલેણ હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી
સુરતમાં એક તરફ પોલીસ ગુનેગારોની શાન ઠેકાણે પાડી રહી છે છતા ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ સચીન પાલી ગામમાં ધર્મ ભક્તિ સોસાયટીમાં રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવી કેટલાક લોકો પર હુમલો કરતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા હતાં.
સુરતમાં પોલીસ ગુનેગારોને જડમુળથી નેસ્ત નાબુદ કરવા મેદાને છે ત્યારે સુરત શહેરના સચિન પાલી ગામમાં આવેલી ધર્મ ભક્તિ સોસાયટીમાં અસામાજિક તત્વો આતંક મચાવ્યો હતો. જાણે અસામાજિક તત્વોને પોલીસ પ્રશાસનનો બિલકુલ ડર ન હોય તેમ રાત્રે 10:45 વાગ્યે તેઓ અનમોલ પાંડેના ઘરમાં ઘૂસી ગયા હતા અને જીવલેણ હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. જ્યારે રાત્રે જ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
