સુરત લિંબાયત પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં આરોપીને ઝડપ્યો
એક મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
મહારાષ્ટ્રના માલેગાંવના તહેજીબ ઉર્ફે લાલા શેખને ઝડપ્યો
સુરત લિંબાયત પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા આરોપીને ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે લિંબાયત આંબેડકરનગર પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડ્યો હતો.
સુરતમાં હથિયારો લઈ ફરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે સુરતની લિંબાયત પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા શરૂ કરેલી પેટ્રોલિંગ અને કોમ્બિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક મહિનાથી લિંબાયત પોલીસ મથકમાં આર્મ્સ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપી મહારાષ્ટ્રના માલેગાંવના તહેજીબ ઉર્ફે લાલા શેખને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
