ભાવનગર S.O.G.ની કાર્યવાહી, રાંધણગેસ સિલિન્ડરની ગેરરીતિ ઝડપાઈ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર S.O.G.ની કાર્યવાહી, રાંધણગેસ સિલિન્ડરની ગેરરીતિ ઝડપાઈ
એક સિલિન્ડરમાંથી બે સિલિન્ડર કરી ગેરરીતિ આચરનાર એક શખ્સ ઝડપાયો
ભાવનગરમાં ગેસ સિલિન્ડરની ગેરરીતિનો પર્દાફાશ, એકની ધરપકડ

રાંધણગેસ સીલીન્ડર એકના ડબલ કરી ગેરરીતી આચરતા એક ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G

ભાવનગર રેન્જના આઇ.જી.પી. રાજેન્દ્ર વી અસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે ભાવનગર જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક પગલા લેવા તેમજ તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.જી.ને ખાસ સુચના આપેલ. જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમ બનાવી વિસ્તારમાં રેકી કરવા સુચના આપવામાં આવેલ જે આધારે એસ.ઓ.જી ટીમના પોલીસ કોન્સ. ભારતભાઇ રાઠોડ નાઓની બાતમીના આધારે વડવા તલાવડી ખોડીયાર માતાજીના મંદિર નજીક તાલુકા શાળા નંબર ૦૬ની સામે આવેલ ડેલા પાસે ખુલ્લા પ્લોટમાં એજાજભાઇ ઉમરભાઇ ભાડુલા ઉ.વ ૨૪ રહે ભીલવાડા સર્કલ અજય ટોકીઝની સામે ભાવનગર વાળો ઇન્ડેન ગેસ કંપનીના રાંધણ ગેસના સીલીન્ડર કુલ ૦૩ તથા એક ભુંગળી સહિત કુલ કિ.રૂા ૬,૪૫૦ સાથે મજકુર ઇસમને પકડી આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ મુજબ કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી.કરાવવામાં આવેલ. પકડાયેલ આરોપી એજાજભાઈ ઉમરભાઇ ભાડુલા ઉ.વ ૨૪ રહે ભીલવાડા સર્કલ અજય ટોકીઝની સામે ભાવનગર કામગીરી કરનાર પોલીસ ટીમ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર નાઓના માર્ગદર્શન હેઠળ HC દિગ્વિજયસિંહ ગોહિલ HC જયવીરસિંહ ચુડાસમા, PC ભારતભાઇ રાઠોડ અલ્ફાઝભાઇ વોરા તથા સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *