સુરત : ફોરેક્સ સ્કેમમાં રોકાણ કરી લાખોની છેતરપિંડી
પોલીસે માસ્ટરમાઈન્ડ મિત ખોખરની ધરપકડ કરી
ફરિયાદી અને તેના 4 મિત્રો પાસેથી આરોપી 3.45 કરોડ પડાવ્યા
સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલા આરોપી મિત ખોખર નું ફરી ઉધના પોલીસ દ્વારા લાજપોર જેલ ખાતેથી કબ્જો લેવાયો હતો.
સુરતની ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ સાયબર ફ્રોડના ગુનામાં પકડાયેલા આરોપી મિત ખોખર તથા તેના મળતીયાઓ સાથે મળી ટોળકી બનાવી પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ફોરેક્સ માર્કેટમાં મેટા ટ્રેડર્સ ફાઈવ નામની એપ્લીકેશનમાંથી ફરિયાદી અને તેના ચાર સાથીદારોને પ્રોફીટ અપાવવાની લાલચ આપી તેઓ પાસેથી 3 કરોડ 45 લાખ રૂપિયા પડાવી લીધા હોય જે ફરિયાદના આધારે મિત ખોખરનો ઉધના પોલીસે લાજપોર જેલમાંથી કબ્જે મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.
