સુરતમાં કેસરિયા 4.0 પ્રિ-નવરાત્રીમાં બેકાબૂ ભીડથી અફરાતફરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કેસરિયા 4.0 પ્રિ-નવરાત્રીમાં બેકાબૂ ભીડથી અફરાતફરી
ગીતા રબારીના ગરબા જોવા ઉમટી ભીડ, બેરિકેડ તૂટી પડ્યા
ગરબા ડોમમાં ભીડ વધતાં બેરિકેડ તૂટ્યા, અનેક લોકો પટકાયા

સુરતમાં કેસરિયા 4.0 પ્રિ-નવરાત્રીના આયોજન દરમિયાન બેકાબૂ ભીડના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકગાયિકા ગીતા રબારીના ગરબાની રમઝટ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગરબા ડોમમાં ભીડ વધતાં બેરિકેડ તૂટી પડ્યા હતા, જેના કારણે અનેક લોકો નીચે પટકાયા હતાં.

સુરતમાં કેસરિયા 4.0 પ્રિ-નવરાત્રીના કાર્યક્રમમાં ભીડ નિયંત્રણની સ્થિતિ કથળી હતી. લોકગાયિકા ગીતા રબારીના ગરબા માણવા માટે મોટી સંખ્યામાં લોકો ગરબા ડોમમાં પહોંચ્યા હતા. ભીડ વધતાં બેરિકેડ તૂટી પડ્યા અને અનેક લોકો નીચે પટકાયા હતા. બેરિકેડ તૂટવાની ઘટનામાં એક યુવકનો પગ દબાયો હતો, જ્યારે અનેક મહિલાઓ ભીડમાં દબાઈ હોવાની માહિતી મળી છે. ઘટનાને પગલે કાર્યક્રમના આયોજન અને સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે. જોકે, ઘટનામાં ઘાયલોની સંખ્યા અને તેમની હાલત અંગેની સત્તાવાર વિગતો સામે આવવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *