સુરતના પાંડેસરામાં તસ્કરોનો તરખાટ, ઘરના તાળાં તોડી ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના પાંડેસરામાં તસ્કરોનો તરખાટ, ઘરના તાળાં તોડી ચોરી
પાંડેસરાના જય અંબે નગરમાં તસ્કરોએ ઘરને નિશાન બનાવ્યું
પ્લોટ નંબર 492માં ચોરી, લેપટોપ અને ઇન્ડસ્ટ્રીયલ મોટરની ચોરી

સુરતના પાંડેસરા વિસ્તારમાં જય અંબે નગરમાં પ્લોટ નંબર 492 ખાતે રાત્રિના સમયે તસ્કરોએ ઘરના તાળાં તોડી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો ઘરમાંથી લેપટોપ, ઇન્ડસ્ટ્રીયલ મોટર અને ડીવીઆર સહિત અંદાજે એક લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.

સુરતમા રોજેરોજ ચોરીસ હિતની ઘટનાઓ બની રહી છે ત્યારે ડેસરાના જય અંબે નગરમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્લોટ નંબર 492 ખાતે રાત્રિના સમયે તસ્કરો ઘરના તાળાં તોડીને અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ ઘરમાંથી લેપટોપ, ઈન્ડસ્ટ્રીયલ મોટર અને ડીવીઆર સહિતની કિંમતી વસ્તુઓ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીમાં અંદાજે એક લાખ રૂપિયાનો મુદ્દામાલ ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ચોરીની આ ઘટના બાદ વિસ્તારમાં સુરક્ષા અને રાત્રિના પેટ્રોલિંગને લઈને સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *