સુરતમાં મોબાઇલ ચોરી કરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મોબાઇલ ચોરી કરતી ટોળકીનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો
સુરત રેલવે સ્ટેશન નજીકથી બે રીઢા આરોપીઓ ઝડપાયા
ભીડભાડવાળા વિસ્તારોમાં ખિસ્સામાંથી મોબાઇલ ચોરતી ટોળકી ઝડપાઈ

સુરત શહેરમાં ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોન ચોરી કરતી ટોળકીનો સુરત ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી સુરત રેલવે સ્ટેશન નજીકથી બે રીઢા આરોપીઓને ચોરીના છ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડ્યા હતાં.

સુરત શહેરમાં મોબાઇલ ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કાર્યરત છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સુરતના સુમુલ ડેરી રોડ પર રેલવે સ્ટેશન નજીક જાહેર વિસ્તારમાંથી બે આરોપીઓ ગોડાદારમાં રહેતા આલામીન હાસાનુર ગાજી અને જુગેશ્વર રતન નોનિયા ઉર્ફે જુગનુને ઝડપી પાડ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી અલગ-અલગ કંપનીના 1.15 લાખની કિંમતના છ મોબાઇલ ફોન કબજે કર્યા હતા પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓ ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવતા હતા. વરાછામાં અર્ચના સ્કૂલ નજીકની વિવેકાનંદ સોસાયટી પાસે, કાપોદ્રા શાકભાજી માર્કેટમાં, સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર તેમજ વડોદરાના એરપોર્ટ સર્કલ ખાતે બસમાં ચડતા મુસાફરોની ભીડનો લાભ લઈને મોબાઇલ ફોન ચોરી કરતા હતા. આરોપીઓ ચોરી કર્યા બાદ મોબાઇલ ફોન સાગરીતને સોંપી અલગ-અલગ દિશામાં નીકળી જતા હતા. ત્યારબાદ ચોરીના મોબાઇલ ફોન ભાડાના રૂમમાં બેગમાં રાખી સસ્તા ભાવે વેચીને નાણાં મેળવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *