દમણના હત્યા કેસમાં ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
કચીગામ પોલીસ મથકમાં નોંધાયેલા હત્યાના ગુનાનો આરોપી ઝડપાયો
હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરતમાંથી ઝડપી લેવાયો
દમણના કચીગામ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી નવરાત્રીના તહેવારને લઈ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાને લઈ પોલીસ ટીમો મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે દમણના કચીગામ પોલીસ મથકમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી આનંદ શ્રીકાંત પાંડેને ઝડપી પાડી તેનો કબ્જો કચીગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
