માંડવી યોગ દિવસની ઉજવણી કરાઈ
ભાર્ગવ સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજાઈ
કાર્યક્રમમાં ૫૧૩ લોકો ઉપસ્થિત રહ્યા હતા
માંડવી નગરપાલિકા દ્વારા તારીખ ૨૧ જૂન ૨૦૨૫ ના રોજ સવારે ૬:૦૦ કલાકે ભાર્ગવ સમાજની વાડી ખાતે માંડવી નગરપાલિકાનો અને તાલુકા વહીવટી તંત્રનો યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી
સવારે ૬:૦૦ કલાકે મહાનુભાવોનું સ્વાગત કર્યા બાદ માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેષભાઈ શાહ દ્વારા પ્રાંત અધિકારી કૌશિકભાઇ જાદવ, મામલતદાર જયપ્રકાશ મિસ્ત્રી ટીડીઓ આર એસ સોલંકી ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલસર્વે અધિકારીઓ, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ નગરજનોની નું સ્વાગત કરી ૬:૩૦ દરમિયાન વિશાખાપટ્ટનમ થી લાઈવ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉદબોધન સાંભળ્યું ત્યારબાદ યોગ શિક્ષક દ્વારા એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ ની થીમ ઉપર યોગ અભ્યાસ કરાવ્યો સર્વે નગરજનો એ તથા માંડવી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.તેમજ. વી કેર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સ્કૂલો વિદ્યાર્થીઓ મળી કુલ ૫૧૩ લોકો ઉપસ્થિત રહ્યા હતા….